Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ફેબ્રુવારી, 2017

ezgif-com-crop

શિવરાત્રી તો પ્રતિમાસ આવે છે. પરંતુ મહા શિવરાત્રી વર્ષમાં એક જ વખત આવે છે. શિવજીના ભકતો આ દિવસે ઉપવાસ રાખી ઓમ નમઃ શિવાના અખંડ પાઠ કરી શિવલીંગ પર બીલીપત્રો ચઢાવી દુધ અને પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કૃપાપાત્ર બનવા પ્રયત્‍ન કરે છે.

મહાશિવરાત્રી પર્વ સાથે હરણ અને પારધીની પૌરાણીક માન્‍યતા જગપ્રસિધ્‍ધ છે. એમાં પણ હરણ પરિવારની મુકિત અને પારધીની પાપમુકિતમાં ભગવાન શિવનો કલ્‍યાણભાવ જોવાય છે.

શિવભકતોમાં અદકેરૂ મહાત્‍મય ધરાવતું આ મહાશિવરાત્રી પર્વના આગમન વેળાએ મહાશિવરાત્રીનું રહસ્‍ય જોઇએ તો કહેવાય છે કે ભગવાન વિષ્‍ણુ અને બ્રહ્મા વષા શ્રેષ્ઠતા અંગેનું વાકયુધ્‍ધ થતા તે યુધ્‍ધને અટકાવવા માટે ભગવાન શંકર અગિ્ન મહાલીંગ તરીકે ત્‍યાં સ્‍થાપીત થયા. જેનું મુળ પાતાળથી પણ નીચે અને બ્રહ્માંડથી ઉપર સુધી હોવાથી તેનો તાગ મળતો નહતો. ભગવાન વિષ્‍ણુ પાતાળથી બ્રહ્માંડ સુધી ફરી વળ્‍યા. પરંતુ લીંગનો તાગ મળ્‍યો નહી. જયારે ભગવાન બ્રહ્મા બ્રહ્માંડની ઉપર સુધી ગયા પરંતુ તેને તાગ મળ્‍યો નહિ. આમ છતાં તેઓ ખોટુ બોલ્‍યા કે તેને લીંગનો તાગ મળી ગયો છે.

આથી ભગવાન બ્રહ્માને શિક્ષા કરવા અગિ્નસ્‍તંભ (લીંગ)માંથી ભગવાન શંકર પ્રગટ થયા અને જે પાંચમાં મુખથી બ્રહ્મા અસત્‍ય બોલેલા તે મુખ કાપી નાંખ્‍યું. ત્‍યારે ભગવાન બ્રહ્મા અને વિષ્‍ણુએ શિવજીનું પુજન કર્યુ.

બધા દિવસોમાં શ્રેષ્ઠ દિવસ અને રાત્રી ગણવાથી તેને મહાશિવરાત્રી નામ અપાયું. આમ મહાશિવરાત્રીનું પર્વ એ શિવભકતો માટે શિવની આરાધના અને ઉપાસનાનો તહેવાર છે.

જીવ અને શિવનો યોગ સાધતી મહારાત્રી એટલે મહાશિવરાત્રી. ભગવાન શંકરનો મહિમા અનેરો અને અદકેરો છે. સાત્‍વીક સહજ ભકિતથી પ્રસન્ન થનારા ભગવાન શંકર મહાપ્રલયકારી છે. બ્રહ્માંડના જીવોનું સંકલન કરનારા છે.

દુષ્ટ, દુરાચારી, વિદ્રોહીઓના મારક છે. સત્‍ય, સંયમ, સાત્‍વીકતાના તારક છે. દૈત્‍ય સેનાના સંહારક છે. શંખ, ડમરૂ, ત્રિશુલ ધારક છે. ભુતનાથ, ભૈરવાદી રૂદ્રોના પતિ અને સાધુ-જોગીઓના સ્‍વામી અને ભકતોના ઉપકારક છે.

ભગવાન શંકરને અતિમાન કે અભિમાની મંજુર નથી. તેત્રીસ કરોડ દેવતાઓને વશમાં કરનાર રાવણની ત્રણ ઇચ્‍છા પણ અભિમાનના કારણે જ ભગવાન શંકરે પુરી ન કરી હતી.

‘વૈરાગ્‍ય શતક’ના રચયીતા ભૃતહરીની પણ પરીક્ષા લેવામાં ભગવાન શંકરે બાકી રાખ્‍યું ન હતું. રાજા ભૃતુહરી સર્વસ્‍વ ત્‍યાગીને ફકીર બન્‍યો. સંત બન્‍યો, એક પછી એક વસ્‍તુઓનો ત્‍યાગ કરતા ગયા. પરંતુ વૈરાગ્‍યનું અભિમાન જયાં સુધી રહયું ત્‍યાં સુધી ભગવાન શંકર દુર જ રહયા.

ભકતને ભકિતનું જયાં સુધી અભિમાન રહે ત્‍યાં સુધી ભગવાન શિવને ભકિત, પુજા, ઉપાસના સ્‍વીકાર્ય બનતા નથી અને એ જ બ્રહ્માંડનો સર્વકાલીન યમનિયમ છે.

મહાશિવરાત્રી પર્વના આ દિને પૃથ્વી પરના આ તમામ શિવલીંગોમાં રૂદ્રનો અંશ હોય છે. અનિષ્ટોના વિનાશક તમામ ગ્રહોના અધિષ્ઠાત્રા મહાદેવ શિવ છે. માતા મહાલક્ષ્મીના અધિષ્ઠાત્રા મહાદેવ છે. આથી મહાશિવરાત્રીએ શિવપુજન આયુષ્‍યની સાથે ઐヘર્ય પણ આપે છે.

જન્‍મના ગ્રહોના દ્રારિદ્રય યોગ શિવરાત્રીએ શિવપુજનથી દુર થાય છે. આ પર્વના દિને તમામ દેવ કૈલાસમાં મહાદેવના સાનિધ્‍યમાં હોય છે. આથી આ દિવસે મહારૂદ્રનો હોમાત્મક પાઠ સોમયજ્ઞનું ફળ આપે છે.

આમ મહાશિવરાત્રી પર્વ ભગવાન શિવના ભકતો માટે અનેરૂ અને અદકેરૂ મહાત્‍મય ધરાવે છે. ભારતભરના શિવાલયોમાં ગુંજી ઉઠશે હર હર મહાદેવનો નાદ…

‘જય ભોલેનાથ…. જય સિદ્ધનાથ મહાદેવ…

Advertisements

Read Full Post »

rosesrs

ગુલાબ એક અત્યંત આકર્ષક પુષ્પ છે અને નાના મોટા સૌને ગુલાબના ફુલ તો ગમતા જ હોય હોય છે. જોકે ગુલાબના ફુલનો ઉપયોગ આપણે ઘણી જગ્યાએ કરતાં હોઈએ છીએ. જેમ કે કોઈ પણ પ્રસંગ હોય, કોઈનો જન્મદિવસ હોય અથવા કોઈને ભેંટ આપવી હોય તો મોટાભાગે ગુલાબના ફુલોની જ પસંદગી કરવામાં આવે છે અને ખાસ કરીને સ્ત્રીઓ પોતાના શણગાર માટે પણ ગુલાબના ફુલોનો ઉપયોગ કરતી હોય છે.

આ સાથે જ ગુલાબની પાંદડીમાંથી બનાવેલ ગુલાબજળના પણ અનેક ફાયદા છે. આ સિવાય શુ તમે જાણો છો કે, ગુલાબનું ફુલ આપણા આરોગ્ય માટે પણ એટલું જ ગુણકારી છે. માત્ર ખૂશ્બુ જ નહિ પરંતુ અનેક આરોગ્યપ્રદ ખાસિયતોથી હોવાને કારણે ગુલાબ આપણી જિંદગીમાં પણ ખૂશ્બુ ભરી શકે છે.

-ઉંઘ ન આવતી હોય અને તાણ રહેતો હોય ચો માથા પા, ગુલાબ રાખીને સુવાથી આ સમસ્યા દૂર થઈ જશે.

-ગુલાબની પાંદડી ખાવાથી પેઢા અને દાંત મજબૂત બને છે. મોઢાની દુર્ગંધ દૂર થાય છે અને પાયરિયા રોગથી પણ છુટકારો મળે છે.

-ગુલાબમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. જેથી ગુલાબનું ગુલકંદ ખાવાથી હાડકા મજબૂત થાય છે. રોજ એક ગુલાબ ખાવાથી ટીવીના રોગીને બહુ ફાયદા થાય છે.

-ગુલાબના પાનમાં ગ્લીસરીન નાખીને પીસી લેવું. આ મિશ્રણને હોઠ પર લગાવવું. હોઠ સુંદર અને ગુલાબી બનશે.

-અર્જુનની છાલ અને દેશી ગુલાબને મિક્ષ કરીને પાણીમાં કાળી લેવું, આ ઉકાળો પીવાથી હૃદય સંબંધી બીમારીઓ દૂર થાય છે. દિલની ધડકન વધી જતી હોય તો સૂકી પાંદડીઓનો ઉપયોગ કરવો.

-આંતરડામાં ઘા હોય તો 100 ગ્રામ મુલેઢી, 50 ગ્રામ વરીયાળી, 50 ગ્રામ ગુલાબની સૂકાયેલી પાંદડીઓ ત્રણેયને મિક્ષ કરી લેવું. દરરોજ આ ચૂર્ણને 10 ગ્રામની માત્રામાં લેવાથી  સમસ્યામાં રાહત મળશે.

-સુખડ અને ગુલાબજળની પેસ્ટ બનાવી વીસ મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખો અને ત્યાર બાદ ચહેરાને પાણીથી ધોઈ લો. આવું કરવાથી ત્વચાને ઠંડક મળશે.

-જો તમારી સ્કિન ઓઈલી હોય તો એક ઈંડાની સફેદીને પાણીમાં મિક્ષ કરી તેમાં અડધા લીંબુનો રસ અને ગુલાબજળના થોડાંક ટીપાં ભેળવી ચહેરા પર લગાવવાથી ચહેરો નીખરી ઉઠશે.

-એક ચમચી મધ, થોડા ટીપાં ગુલાબજળના તથા થોડાં ટીપાં ગ્લિસરિનના મિક્ષ કરી રોજ ચહેરા પર લગાવી 15 મિનિટ બાદ નવશેકા પાણીથી ચહેરો ધોઈ લેવો જેથી ચહેરાની ત્વચા નિખરશે અને મુલાયમ બનશે.

-કાચા દૂધમાં લાલ ગુલાબની પાંદડી વાટીને થોડું મધ ભેળવી ગાલ પર લગાવવાથી ગાલની ત્વચા મુલાયમ અને ચમકીલી બને છે અને તેની સુદરતા જળવાઈ રહે છે.

-ગુલાબમાંથી બનવેલા ગુલાબજળને ત્વચા માટે ફાયદાકારક માનવામાં આવે છે તે સખત ત્વચા માટે ઉપયોગી છે અને તેનાથી ત્વચા મુલાયમ બને છે.

-સ્નાનના પાણીમાં ગુલાબની પાંદડીઓ દસ મિનિટ પલાળી રાખી એ પાણીથી સ્નાન કરવાથી ત્વચા મુલાયમ બને છે અને તાજગીનો અનુભવ થાય છે.

 

Read Full Post »