Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જાન્યુઆરી, 2017

rep

 

આલ્બર્ટ આઇન્સટાઇને કહયું છે, ધર્મ વિનાનું વિજ્ઞાન પાંગળુ છે. ભાવના આપણા બિનસાંપ્રદાયિક દેશમાં વણાયેલી છે એટલે જ આપણે દરેક ધાર્મિક, રાષ્ટ્રીય તહેવાર રંગેચંગે ઉજવીએ છીએ. પછી તે દિવાળી હોય, ઇદ હોય કે નાતાલ, ર૬ મી જાન્યુઆરી હોય કે ૧પ મી ઓગસ્ટ. ધાર્મિક તહેવારો તો આપણે આપણા ધર્મ પ્રમાણે ઉજવીએ જ છીએ. પરંતુ આપણા રાષ્ટ્રીય તહેવારો એવા છે કે જેને બધા જ ધર્મના લોકો એટલે કે પ્રત્યેક ભારતીય નાગરિક ઉત્સાહથી ઉજવે છે. ત્યારે તે પોતે કોઇ ધર્મ, જ્ઞાતિ કે સંપ્રદાયના પ્રતિનિધિ નહી પરંતુ પોતે એક ભારતીય હોવાનું જ યાદ રાખે છે.

   ૧પ મી ઓગસ્ટનો રાષ્ટ્રીય તહેવાર જેટલો મહત્વનો છે એટલો જ મહત્વનો છે ર૬ મી જાન્યુઆરીનો તહેવાર ર૬ મી જાન્યુઆરીએ આપણો પ્રજાસત્તાક દિન છે અને આ દિવસે જ આપણું બંધારણ પણ અમલમાં આવ્યું. પરંતુ બંધારણના અમલ માટે ર૬ મી જાન્યુઆરીની જ પસંદગી કેમ થઇ ? તે પાછળ પણ એક કારણ છે. ઇ. સ. ૧૯૪પ માં બીજું વિશ્વ યુધ્ધ પુરુ થયું તે દરમિયાન ઇંગ્લેન્ડમાં ચૂંટણી થઇ અને ઇંગ્લેન્ડમાં મજૂરોના વડા તરીકે કલેમેન્ટ એટલી ચૂંટાઇ આવ્યા. જેઓ ભારતને ઝડપયો અને ભાગલા વગર આઝાદી આપી દેવાના મતમાં હતાં. તેથી ભારતની આઝાદીના પ્રશ્નો  ઉકેલવા એટલીએ કેબિનેટ મીશનને ભારત મોકલ્યું જેના સભ્યો હતા.

   સર સ્ટેફોર્ડ ક્રિપ્સ, એ. વી. એલેકઝાંડર, પેથીક લોરેન્સ, આ કેબિનેટ મિશનના સુચવ્યા મુજબ ભારતનું બંધારણ ઘડવા ઘડવૈયાઓની ચૂંટણી થઇ જેમાં કેટલીક સ્ત્રીઓ પણ હતી. આ સભ્યોમાં ચૂંટાયેલા અધ્યક્ષ ડો. રાજેન્દ્રપ્રસાદ અને ખરડા સમિતિના અધ્યક્ષ ડો. આંબેડકર હતા. આ બધાએ અમેરિકા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, આયલેન્ડ જેવા લોકશાહી દેશોના બંધારણનો અભ્યાસ કરી કેટલીક બાબતો આપણા બંધારણમાં મુકી બંધારણ સભાની બેઠકો ૧૬૬ દિવસ ચાલી હતી. છેવટે ર વર્ષ, ૧૧ મહિના અને ૧૮ દિવસે બંધારણ દર્શાવતુ પુસ્તક પડાયું જે વિશ્વનું લાંબામાં લાંબુ, નાનામાં નાની વિગત દર્શાવતુ અલગ એવું બંધારણ પુસ્તક છે. આ પુસ્તક આપણી સ્વતંત્ર ભારતની પ્રથમ સરકાર કોંગ્રેસની નહેરૂ સરકારને સોંપાયું જે ર૬ નવેમ્બર ૧૯૪૯ નો દિવસ હતો. પરંતુ ૧૯૩૦ થી ર૬ મી જાન્યુઆરીનો દિવસ જ સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવાતો કેમ કે,

   રાષ્ટ્રીય કોંગ્રેસે ૩૧ ડીસેમ્બર ૧૯ર૯ ના રોજ લાહોર અધિવેશનમાં પૂર્ણ સ્વરાજ માટે લડત આપવાનો ઠરાવ પસાર કર્યો. અને આ ઠરાવમાં નકકી કરાયું કે ભારત આઝાદ ન થાય ત્યાં સુધી દર ર૬ મી જાન્યુઆરીએ આપણો સ્વાતંત્ર્યદિન ઉજવવો. ર૬ મી જાન્યુઆરી ૧૯૩૦ થી ર૬ જાન્યુઆરી ૧૯૪૭ સુધી ર૬ મી જાન્યુઆરીએ જ સ્વાતંત્ર્યદિન ઉજવાયો. આમ ર૬ જાન્યુઆરીના દિવસને યાદગીરી રૂપે જાળવી રાખવા માટે બંધારણ ઘડાઇ ગયુ હોવા છતાં તેનો અમલ તો ર૬ મી તારીખે જ કરાયો.

   આમ ર૬ મી જાન્યુઆરીનો દિવસ આપણો બંધારણના અમલનો દિવસ એટલે કે પ્રજાસત્તાક દિન છે. બંધારણ મુજબ ચૂંટણીઓ દ્વારા સરકાર દર પાંચ વર્ષ માટે રચાતી થઇ. જેને દેશની ૧૮ વર્ષ કે તેથી વધુ ઉમરની વ્યકિત મત આપી ચૂંટતી હોવાથી ભારત પ્રજાસત્તાક લોકશાહી દેશ કહેવાય છે.     -પ્રદીપ ખીમાણી

Advertisements

Read Full Post »