Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ઓક્ટોબર, 2016

deepak

દીપક –
દિવાળીની પૂજામાં દીવાનું સ્થાન મહત્વપૂર્ણ છે. ફક્ત માટીના દિવાનુ જ મહત્વ છે. જેમા પાંચ તત્વ છે. માટી, આકાશ, જળ, અગ્નિ અને વાયુ. તેથી દરેક હિન્દુ પૂજામાં પંચતત્વોની આ પાંચ તત્વોની હાજરી અનિવાર્ય હોય છે. કેટલાક લોકો પારંપરિક દીવાની રોશનીને છોડીને લાઈટના દીવા કે મીણબત્તી લગાવે છે જે યોગ્ય નથી.

રંગોળી –
ઉત્સવ પર્વ અને અનેક માંગલિક પ્રસંગોમાં રંગોળી દ્વારા ઘર આંગણને સજાવવામાં આવે છે. આ સજાવટ જ સમૃદ્ધિના દ્વારા ખોલે છે. ઘરની સાફ સફાઈ કરીને આંગણ કે ઘરની વચ્ચે અને દરવાજાની સામે રંગોળી બનાવવામાં આવે છે.

કૌડી –
પીળા રંગની કોડીને દેવી લક્ષ્મીનુ પ્રતિક માનવામાં આવે છે. દિવાળીના દિવસે ચાંદી અને તાંબાના સિક્કાની સાથે જ કૌડીની પૂજા પણ મહત્વની માનવામાં આવે છે. પૂજન થયા પછી એક એક પીળી કૌડીને જુદા જુદા લાલ કપડામાં બાંધીને ઘરમા આવેલ તિજોરીમાં અને ખિસ્સામાં રાખવાથી ધન સમૃદ્ધિ વધે છે.

તાંબાના સિક્કા –
તાંબાના સિક્કામાં સાત્વિક લહેરો ઉત્પન્ન કરવાની ક્ષમતા અન્ય ધાતુઓની અપેક્ષા વધુ હોય છે. કળશમાં ઉઠતી લહેરો વાતાવરણમાં પ્રવેશ કરે છે. જો કળશમાં તાંબાના પૈસા નાખવામાં આવે તો તેનાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિના દ્વાર ખુલશે. આમ તો આ ઉપાય સામાન્ય લાગે છે પણ તેની અસર પ્રભાવશાળી હોય છે.

મંગળ કળશ –
જમીન પર કંકૂથી અષ્ટદળ કમળની આકૃતિ બનાવીને તેના પર કળશ મુકવામાં આવે છે. એક કાંસ્ય, તામ્ર, રજત કે સુવર્ણ કળશમાં પાણી ભરીને તેમા કેટલાક પાન મુકીને તેના મુખ પર નારિયળ મુકવામાં આવે છે. કળશ પર કંકુ, સ્વસ્તિકનુ નિશાન બનાવીને તેના ગલા પર નાડાછડી બાંધવામાં આવે છે.

શ્રીયંત્ર –
ધન અને વૈભવનુ પ્રતિક લક્ષ્મીજીનુ શ્રીયંત્ર આ સૌથી લોકપ્રિય પ્રાચીન યંત્ર છે શ્રીયંત્ર ધનની પ્રાપ્તિ માટે જરૂરી છે. શ્રીયંત્ર અને ધનની દેવી લક્ષ્મીને આકર્ષિત કરનારું શક્તિશાળી યંત્ર છે. દિવાળીના દિવસે તેની પૂજા કરવી જોઈએ.

કમળ અને ગલગોટાના ફૂલ –
કમળ અને ગલગોટાના ફૂલને શાંતિ, સમૃદ્ધિ અને મુક્તિના પ્રતિક માનવામાં આવે છે. બધા દેવી-દેવતાઓની પૂજા ઉપરાંત ઘરની સજાવટ માટે પણ ગલગોટાના ફૂલની જરૂર પડે છે. ઘરની સુંદરતા, શાંતિ અને સમૃદ્ધિ માટે આ ખૂબ જ જરૂરી છે.

નૈવેદ્ય અને મીઠાઈ –
લક્ષ્મીજીને નૈવેદ્યમાં ફળ, મીઠાઈ, મેવા અને પેઠા ઉપરાંત ધાણી, પતાશા, સાકરિયા, શક્કરપારા, ઘૂઘરા વગેરેનો ભોગ લગાડવામાં આવે છે. નૈવેદ્ય અને મીઠાઈઓ આપણા જીવનમાં મીઠાશ કે મધુરતા ભેળવે છે.

Advertisements

Read Full Post »

kalimaa

કાળી ચૌદશ એટલે દિવાળીની આગલી રાત. ધન તેરસ પછીનાં દિવસને કાળી ચૌદશ તરિકે ઉજવવામાં આવે છે. આજનાં દિવસે ખીર અને વડા બનાવવાનો રિવાજ છે, અને ખાસ કરીને તળેલી વસ્તુઓ બનાવીને ખાવામાં આવે છે, એમ માનવામાં આવે છે કે જેટલું તેલ બળે તેટલો કકળાટ ટળે. સાંજે ગૃહિણીઓ કાણા વાળા વડા અને પુરી, ઘર નજીકનાં ચાર રસ્તે મુકીને ઉતાર કાઢે છે. હનુમાન મંદિરે હનુમાનજીને તેલ ચઢાવીને તેલનાં દીવાની મેંશ પાડવામાં આવે છે, જે આંખોમાં આંજવાથી આંખો સારી રહે તેમ ઘરડાઓનું માનવું હતું (પરંતુ, હાલમાં થયેલાં તબીબી સંશોધનો પરથી, ડોક્ટરો આવી મેંશ આંખમાં આંજવાનો વિરોધ કરે છે અને ખાસ કરીને બાળકોને મેંશ ના આંજવી તેવી સલાહ આપે છે).

કાળી ચૌદશનું બીજું નામ નરક ચતુર્દશી પણ છે. કાળી ચૌદશને રૂપચૌદશ પણ કહે છે. આ દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુર નામનાં અસુરનો વધ કરીને પ્રજાજનોને તેના ત્રાઅસમાંથી ઉગાર્યા હતા, જેથી કરીને તેનું નામ નરક ચતુર્દશી પડેલું છે. કાળી ચૌદશએ મેલી વિદ્યાનાં સાધકોનો ત્રિય દિવસ છે, અને તેઓ એમ માને છે કે આજનાં દિવસે સ્મશાનમાં સાધના કરવાથી તેમની બધી વિધિઓ પૂર્ણ થાય છે.

Read Full Post »

ધન તેરસ :

laxmisaras

ધનતેરસ એટલે ધનની પૂજાનો દિવસ. લક્ષ્મીની પૂજાનો દિવસ. જીવનમાં લક્ષ્મીજીની કૃપા વિના જીવન ચાલે નહિ. બ્રહ્મ પુરાણમાં ઉલ્લેખ છે કે લક્ષ્મીજી આખી રાત્રી દરમ્યાન દિપાવલીના આખા પર્વમાં વિહાર કરવા નીકળે છે. તેમાયે ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજાનું ખાસ મહત્વ છે. દરેક ઘરમાં દિવાઓની હારમાળા દ્વારા માતા લક્ષ્મીનું સ્વાગત કરાય છે. આંગણામાં આસોપાલવના તોરણ અને નયન રમ્ય રંગોળીની સાથે લક્ષ્મીજીનું સ્થાપન કરી પૂજા કરાય છે.

*” या देवी सर्व भूतेषु, लक्ष्मी रूपेण संस्थिता,*
* नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम : ||”*

આ મંત્ર રિધ્ધી સિધ્ધી આપનારો છે. લક્ષ્મી વિષ્ણુ પ્રિયા છે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી લક્ષ્મી પાછળ પાછળ આવે છે. એવું કહેવાય છે કે લક્ષ્મીજી દિપોત્સવીના તહેવારોમાં પૃથ્વી ઉપર ફરે છે. પવિત્ર આંગણું, પવિત્ર મન અને શુદ્ધ આચરણ કરનારને ત્યાં લક્ષ્મીજીનો વાસ થાય છે.

*” ॐ महालक्ष्मी च विद्महे, विष्णु पत्नि च धिमहि |*
* तन्नो लक्ष्मी : प्रचोदयात् || “*

* (હે લક્ષ્મી માં !અમારા મન, બુદ્ધિને પ્રેરણા બળ પૂરું પાડ.) *પૂર્વે આ દિવસોમાં ગાયોની પૂજા થતી હતી. ગાયોમાં બત્રીસ કરોડ દેવતાનો વાસ છે. તેમાં લક્ષ્મીજી સાક્ષાત છે, માટે ગાયની સેવાનું મહત્વ છે. હવેલીઓમાં આજે પણ ગૌ પૂજન થાય છે. *હાલના *સમયમાં ચાંદીના સિક્કા કે ચાંદીના દાગીનાની પૂજા થાય છે. લક્ષ્મી પૂજન પાછળનું તથ્ય એ છે કે તેનાથી આપણા ધનનો શુભ ઉપયોગ થાય. આપણી સંપત્તિ પવિત્ર બને. જે દાન પુણ્ય કરી લક્ષ્મીનો સદ ઉપયોગ કરે તેને ઘેર લક્ષ્મી દોટ મૂકીને આવે. કળિયુગમાં તો આજે ધનના ઢગલા કરવા આંધળી દોટ મુકાય છે. ભ્રષ્ટાચારથી ધન મેળવવા ન કરવાના કામ થાય છે પણ આવી લક્ષ્મી અંતે વિનાશ નોંતરે છે.

બીજું *ધનતેરસ એટલે ધન્વન્તરિ ઋષિની જન્મ જયંતિ.* સમુદ્ર મંથન વખતે ‘અમૃત કળશ’ લઈને સમુદ્રમાંથી ઉત્પન્ન થયા હતા, પછી લુપ્ત થઇ ગયા અને બીજા જન્મમાં કાશીના નરેશ તેવા ‘દિવોદાસ’ ના સ્વરૂપે ધરતી પર અવતર્યા અને પ્રગટ થઈને સ્વમુખે પોતાનો પરિચય આપતા જણાવ્યું_
” હું ધન્વન્તરિ અકાળ મૃત્યુ – અકાળ ગઠપણ રોગ આદિ પીડાઓ દૂર કરવા શસ્ત્રકર્મ (સર્જરી) ને પ્રમુખ સ્થાને લઈને લોકોના હિત માટે આયુર્વેદના માધ્યમથી આરોગ્યનો ઉપદેશ આપવા અવતર્યો છું.” અને તે દિવસે ‘ધનતેરસ’ નો દિવસ હતો. આથી *આ દિવસને ‘આરોગ્ય દિવસ’ કે આરોગ્યનું પર્વ ‘ધન્વન્તરિ ત્રયોદશી’ તરીકે ઉજવાય છે.

Read Full Post »