Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for મે, 2016

WedSalman

લગ્ન માટે વૈશાખ મહિનો શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમાંય અખાત્રીજ પર મુર્હુત જોયા વિના જ લગ્ન લેવાય છે. કારણકે અખાત્રીજ લગ્નનું સર્વ શ્રેષ્ઠ મુર્હુત ગણવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર અખાત્રીજ પર લગ્ન કરનાર વરવધૂનું દાંપત્ય જીવન સુખમય રહે છે.

પરંતુ આ વખતે અખાત્રીજ પર લગ્ન માટે મુર્હુત જ નથી. 100 વર્ષ બાદ પહેલીવાર એવુ બન્યુ છે કે અખાત્રીજ પર લગ્નનું મુર્હુત ન હોય. એટલુ જ નહી 30 એપ્રિલ પછી આખા વૈશાખ મહિનામાં લગ્નનું મુર્હુત નથી. જ્યોતિષિઓના જણાવ્યા અનુસાર 29 એપ્રિલ બાદ લગ્નકારક ગ્રહો અસ્ત થવાના કારણે લગ્નના માંગલિક કાર્યો નહી થઇ શકે.

Advertisements

Read Full Post »

Parshuram1

ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામ (સંસ્કૃત: परशुराम)એ જમદગ્નિ ઋષિ અને રેણુકાના પુત્ર રુપે વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયાના રોજ પ્રગટ થયા હતા. તેઓ વિષ્ણુના અવતાર છે અને હૈહવકુળનો નાશ કરનાર છે. તેમણે પૃથ્વીને એકવીસ વાર નિ:ક્ષત્રિય કરી હતી.

જન્મ ઃ

પરશુરામનું જન્મસ્થળ મધ્યપ્રદેશમાં ઓમકારેશ્વર પાસે આવેલું માનવામા આવે છે. કહેવાય છે કે પરશુરામ અમર છે. એક લોકપ્રિય શ્લોક છે,

अश्वस्थामा बलिर्व्यासो हनुमांश्च विभीषण: |
कृप: परशुरामश्च सप्तैते चिरजीविन: ||

સહસ્ત્રાર્જુન સાથે યુદ્ધ ઃ

હૈહવકુળના ક્ષત્રિયોમાં અર્જુન નામે રાજા હતો તેણે ગુરુ દત્તાત્રેયની સેવા કરી તેમની પાસેથી હજાર બાહુઓ અને કોઈનાથી નાશ ન થઈ શકનાર તેવી આઠ સિદ્ધિઓ મેળવી. એક વખત ઘોર જંગલમાં મૃગયા માટે નીકળેલા ત્યારે તે જમદગ્નિના આશ્રમ જઈ ચડયા. તેણે ઋષિની કામધેનુ ગાયને હરી લેવા સૈનિકોને આજ્ઞા કરી, એટલે બરાડા પાડતી કામધેનુ તેના વાછરડા સાથે બળજબરીથી માહિષ્મતી નગરી તરફ લઈ ચાલ્યો. એટલામાં પરશુરામ આશ્રમમાં આવ્યા ને સહસ્ત્રાર્જુનની દુષ્ટતા સાંભળી તરત જ ભયંકર ફરશી, ભાલો, ઢાલ તથા ધનુષ્ય લઈ સહસ્ત્રાર્જુનની પાછળ દોડયા. પરશુરામે તેમની કઠોર ધારવાળી ફરશીથી સહસ્ત્રાર્જુનની ભુજાઓ કાપી નાખી અને કપાયેલા બાહુઓવાળા તેના મસ્તકને પણ ઉડાડી દીધું.

પિતાનું મૃત્યુ અને માતાનો શોક ઃ

સહસ્ત્રાર્જુન મરાયો તેથી તેના દસ હજાર પુત્રો ભયથી નાસી ગયા. પછી પરશુરામે દુ:ખી થયેલી કામધેનુને આશ્રમમાં લાવી પિતાને સોંપી. જો કે ઋષિ જમદગ્નિ આ સંહારથી દુ:ખી થયા અને કહ્યું કે પરશુરામ જેના પર રાજયાભિષેક થયો હોય તેનો વધ બ્રહ્મહત્યા કરતાં પણ વધારે છે. પરશુરામને તેઓએ ભગવાનમાં મન લગાવી તીર્થસેવન કરવાની શિખામણ આપી. પછી એક વર્ષ સુધી તીર્થયાત્રા કરી આશ્રમે પાછા ફર્યા. સહસ્ત્રાર્જુનના પુત્રો વેર વાળવા જમદગ્નિના આશ્રમે આવ્યા અને તેમનું મસ્તક કાપીને લઈ ગયા.

માતાને કલ્પાંત કરતાં જોઈ પરશુરામે ફરીથી ફરશી ઉઠાવી ક્ષત્રિયોનો સંહાર કરી તેના દસ હજાર પુત્રોના મસ્તકોને કાપી નાખીયા. પરશુરામે જોયું કે પૃથ્વી પર ક્ષત્રિયો પાપી અને અત્યાચારી બન્યા છે તેથી પિતાના વધને નિમિત્ત બનાવી તેમણે એકવીસ વખત પૃથ્વીને ક્ષત્રિયરહિત કરી. માતા રેણુકાએ પતિના મરણ સમયે દુ:ખમાં એકવીસ વાર છાતી કૂટી હતી તેથી પરશુરામે એકવીસ વાર પૃથ્વીને નિ:ક્ષત્રિય કરી હતી.

શિવજીનું વરદાન ઃ

પરશુરામ ભગવાને શિવજીનું તપ કર્યું અને વરદાનમાં શિવજીએ પરશુ (કુહાડી) આપી હતી. ત્યારથી તેમનું નામ પરશુરામ પડ્યું હતું.

Read Full Post »