Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for એપ્રિલ, 2016

-: જાસૂદ :-

JasoodSRS

‘જાસૂદ’ એક મોટાં કદનો છોડ છે. તેના પાન ઘેરા લીલા રંગના ચળકતા-લીસા હોય છે. તેનાં મોટાં ફૂલો બાર ઇંચ સુધીનો વ્યાસ ધરાવતાં સુંદર, આકર્ષક રંગના હોય છે. તેમાં મૂળભૂત રીતે છ રંગો જોવા મળે છે- સફેદ, લાલ, નારંગી, પીળો, લવંડર અને બદામી,પરંતુ તેની અસંખ્ય જાતોમાં ઘણાં રંગોનું વૈવિધ્ય જોવા મળે છે.

ઉષ્ણ કટિબંધના આ ફૂલની બહાર લગભગ રોજ એક-બે ફૂલો જરૂર આપે છે. પૂરા વર્ષ દરમિયાન તે ફૂલો આપે છે. તેથી તે લોકોનો લોકપ્રિય ફૂલછોડ છે. તે શાંતિ અને ખુશીને લાવનાર હોવાથી ‘ક્વીન ઓફ ટ્રોપિકલ ફ્લાવર્સ’ કહેવાય છે. તેની પાંખડીઓનો ઉપયોગ શૂઝને ચમકાવવામાં થતો હોવાને કારણે તે શૂ-ફ્લાવર તરીકે પણ જાણીતું છે.

ડિનર-ટેબલ કે પાર્ટીની સજાવટ માટે તે ઉત્તમ ફૂલ છે. તેને સવારે ચૂંટીને ઠંડા વાતાવરણમાં રાખવામાં આવે તો તે તાજું રહે છે તેને ફ્રીજમાં પણ રાખી શકાય.

સૂર્યપ્રકાશ આવતો હોય તેવી બારીમાં તેને મૂકવાથી તે બારીની શોભા બની રહે છે. જો કે તેના મોટાં ફૂલો લાંબો સમય ટકતાં નથી. ખીલ્યા બાદ થોડાં કલાકોમાં જ તે કરમાવા લાગે છે, નમી જાય છે, તેના રંગો બદલાવા લાગે છે. કોમળ અને નાજુક હોવા છતાં યોગ્ય આયોજન કરીને તમે તેના છોડને કાયમ ખીલેલા રાખી શકો છો. જો યોગ્ય સંભાળ લેવામાં આવે તો જાસૂદનો છોડ વીસ વર્ષથી પણ વધારે ટકી શકે છે. તેના મૂળની ગાંઠ ભેજવાળી રહેવી જોઈએ, પરંતુ તે ક્યારેય પાણીમાં ડૂબેલી ના હોવી જોઈએ. સમઘાત આબોહવામાં ભેજવાળી હવામાં તે શ્રેષ્ઠ વૃદ્ધિ કરે છે.

જાસૂદની ઉપયોગિતા

જાસૂદની મોટા ભાગની જાતોનો ઉપયોગ સજાવટ માટે થાય છે, પરંતુ લાલ રંગના ‘સેબડેરિફિયા’ પ્રકારના જાસૂદનાં ફૂલોને સૂકવીને ચા બનાવવામાં, જ્યૂસ, જેલીઝ, આઈસક્રીમ વગેરે પ્રોસેસ કરવામાં વાપરવામાં આવે છે. પાંચ પાંખડીવાળા લાલ જાસૂદ ઔષધિય ગુણો ધરાવે છે. તાવ મટાડવામાં, વાળને મજબૂત બનાવવા માટે ફૂલોનો ઉપયોગ થાય છે. તેના પાન કુદરતી શેમ્પૂનું કામ કરે છે. હૃદયની તકલીફો અને ચાંદામાં જાસૂદનાં ફૂલોનો ઉપયોગ થાય છે. વાળ ખરતાં હોય તો ૧૨૦ ગ્રામ જેટલાં તેનાં પાન લઈને તેને છૂંદી લો અને શેમ્પૂની જેમ તેને વાળમાં લગાવો. બે કપ જેટલાં ગરમ કોપરેલમાં દસ ફૂલોને ઉકાળીને કડક બનાવી દો. તેલને ગાળીને વાળમાં લગાવો.

તાવ ઉતારવા માટે આ પ્રમાણે કરો. રાત્રે અડધા ગ્લાસ ઠંડા પાણીમાં એક ફૂલ પલાળી દો. સવારે તે પાણીને ગાળીને પી લો. હૃદયની તકલીફમાં આ પ્રમાણે કરો. એક કપ પાણીમાં ફૂલની બે પાંખડી ઉકાળો. પાણીને ગાળી લો. આ પાણીમાં એક ચમચી મધ ઉમેરો. થોડા દિવસ રોજ આવું પાણી બનાવીને પીઓ.

Advertisements

Read Full Post »

mahavir navkar mantra.gif

મહાવીર જેમનુ નામ છે, પાલિતાણા જેમનુ ધામ છે 
અહિંસા જેમનો નારો છે, એવા ત્રિશલા નંદનને અમારા લાખ પ્રણામ છે.

પંચશીલ સિદ્ધાંતના પ્રવર્તક અને જૈન ધર્મના ચોવીસમા તીર્થંકરમહાવીર સ્વામી મૂર્તમાન પ્રતિક હતા. જે યુગમાં હિંસા, પશુબલિ, જાત-પાતના ભેદભાવની બોલબાલા હતી એ યુગમાં ભગવાન મહાવીરે જન્મ લીધો. તેમણે દુનિયાને સત્ય અને અહિંસા જેવા ખાસ ઉપદેશોના માધ્યમથી યોગ્ય રસ્તો બતાવવાનો પ્રયત્ન કર્યો. તેમણે કામ, ક્રોધ, મોહ, લોભ વગેરે બધી ઈચ્છાઓ પર વિજય પ્રાપ્ત કરી. તેમણે જણાવ્યુ કે અમારા મનમાં ઉત્પન્ન થનારી ઈચ્છાઓથી જ આપણે દુખ અને સુખનો અનુભવ પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ પોતાન અમનને વશ કરે છે તેને કોઈપણ પ્રકારની ઈચ્છા થતી નથી.
તેમણે આપણને અહિંસાનુ પાલન કરતા સત્યના પક્ષમાં રહેતા કોઈના હકને માર્યા વગર કોઈને સતાવ્યા વગર, પોતાની મર્યાદામાં રહેતા પવિત્ર મનથી લોભ-લાલચ કર્યા વગર, નિયમમાં બંધાઈને સુખ-દુખમાં સંયમભાવમાં રહેતા, આકુળ-વ્યાકુળ થયા વગર, ધર્મ-સંગત કાર્ય કરતા ‘મોક્ષ પદ’ મેળવવા તરફ પગલા વધારત દુર્લભ જીવનને સાર્થક બનાવવાનો સંદેશ આપ્યો.  તેમણે જે કહ્યુ એ સહજ રૂપે કહ્યુ, સરળ અને સુબોધ શૈલીમાં બોલ્યા, સાપેક્ષ દ્રષ્ટિથી સ્પષ્ટીકરણ કરતા બોલ્યા. તમારી વાણીને લોક હ્રદયને અપૂર્વ દિવ્યતા પ્રદાન કરી.  તમારુ સમવશરણ જ્યા પણ ગયુ એ કલ્યાણ ધામ થઈ ગયુ.
ભગવાન મહાવીરજી નું કહેવુ હતુ કે કોઈ આત્માની સૌથી મોટી ભૂલ પોતાના અસલી રૂપને ન ઓળખવુ છે અને આ ફક્ત આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને જ ઠીક કરી શકાય છે.
મનુષ્યને જીવનમાં જે ધારણ કરવુ જોઈએ એ જ ધર્મ છે. ધારણ કરવા યોગ્ય શુ છે ? શુ હિંસા, ક્રૂરતા, કઠોરતા, અપવિત્રતા, અહંકાર, ક્રોધ, અસત્ય, અસંયમ, વ્યભિચાર, પરિગ્રહ વગેરે વિકાર ધારણ કરવા યોગ્ય છે ? જો સંસારના દરેક વ્યક્તિ હિંસક થઈ જાય તો સમાજનુ અસ્તિત્વ  જ સમાપ્ત થઈ જશે.
સંપૂર્ણ વિશ્વમાં એકમાત્ર જૈન ધર્મજ આ વાતમાં આસ્થા રાખે છે કે દરેક આત્મામાં પરમાત્મા બનવાની શક્તિ વિદ્યમાન છે. અર્થાત ભગવાન મહાવીર સ્વામીની જેમ જ દરેક વ્યક્તિ જૈન ધર્મનુ જ્ઞાન પ્રાપ્ત કરીને, તેમા સાચી આસ્થા રાખીને, તેના મુજબ આચરણ કરીને મોટા પુણ્યોદયથી તેને પ્રાપ્ત કરીને દુર્લભ માનવ યોનીનો એકમાત્ર સાચુ અને અંતિમ સુખ, સંપૂર્ણ જીવન જન્મ-મરણના બંધનથી મુક્ત થનારુ કર્મ કરતા મોક્ષનુ મહાફળ મેળવવા ડગ વધારીને અને તેને પ્રાપ્ત કરી દુર્લભ જીવનને સાર્થક કરી શકે છે.
મહાવીર જી એ કોઈ ગ્રંથ નહી લખ્યો. તેમણે જે ઉપદેશ આપ્યો, ગણધરોમાં તેમનુ સંકલન કર્યુ. તે સંકલન જ શાસ્ત્ર બની ગયુ.  તેમા કાળ, લોક, જીવ વગેરેના ભેદ-પ્રભેદોનુ આટલુ વિશુદ્ધ અને સૂક્ષ્મ વિવેચન છે કે આ એક વિશ્વ કોષનો વિષય નથી પણ જ્ઞાન-વિજ્ઞાનની શાખાઓ-પ્રશાખાઓના જુદા જુદા વિશ્વ કોષોનો સમાહાર છે. આજના ભૌતિક યુગમાં અશાંત જન માનસને ભગવાન મહાવીરની પવિત્ર વાણી જ પરમ સુખ અને શાંતિ પ્રદાન કરી શકે છે.

Read Full Post »

HanumanDada
હિન્દુ ધર્મમાં શ્રી હનુમાન અદ્વિતીય અને વિલક્ષણ ગુણોવાળા દેવતા માનવામાં આવે છે. શ્રી હનુમાનનું ચરિત્ર બધા ગુણોથી સમ્પન્ન છે. હનુમાનજી શ્રેષ્ઠ ભક્ત જ નહીં પરંતુ તેઓ ભક્તિના આદર્શ પણ છે. એટલે શાસ્ત્રો પ્રમાણે બતાવવામાં આવેલ ભક્તિના ચાર સૂત્રોના હનુમાન ગુરુ માનવામાં આવ્યા છે.

આ ચાર સૂત્રો છે—
કર્મ, ઉપાસના, જ્ઞાન અને શરણાગતિ.

આ ચાર સૂત્રોની સાથે સાધના અને ભક્તિને લીધે જ હનુમાન અદભૂત અને ચમત્કારિક દેવતા ગણવામાં આવ્યા છે.

આ કારણે જ શ્રી હનુમાનની પૂજા-અર્ચના આધ્યાત્મિક અને વ્યવહારિક જીવનના લક્ષ્યો સુધી પહોંચવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ ભક્તિના આ ચાર માર્ગોમાંથી કોઈ એકને પસંદ કરી કોઈપણ ભક્ત પોતાના ભગવાનની કૃપા પ્રાપ્ત કરી શકે છે.

શાસ્ત્રોમાં એવું પણ સ્પષ્ટપણે બતાવવામાં આવ્યું છે કે ભક્તિના આ ચાર રસ્તાઓ પસંદ કરવા માટે કયા પ્રકારની ક્ષમતા જરૂરી છે? જેને સાંભળીને કોઈપણ ભક્ત ભક્તિનું સુખ અને આનંદની ઊંડાઈ સુધી ડુબી શકે છે.

-જ્ઞાનમાર્ગઃ- વિદ્યા, વિચાર અને બૌદ્ધિક રીતે સક્ષમ ભક્ત માટે ભક્તિનો આ માર્ગ શ્રેષ્ઠ છે.

-ઉપાસનાઃ- ભાવનાનું સ્તરે સબળ ભક્ત માટે ઉપાસનાનો રસ્તો શ્રેષ્ઠ માનવામાં આવે છે.

-કર્મઃ- પુરુષાર્થ, પરિશ્રમના સ્તરે દ્રડ અને મજબૂત ભક્ત માટે કર્મ કે કર્મકાન્ડનો રસ્તો ભક્તિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

-શરણાગતિઃ- જો કોઈ ભક્ત અન્ય ત્રણ રસ્તાઓને અપનાવવામાં અસહજ, અસક્ષમ મહેસૂસ કરવા લાગે ત્યારે તો ભક્તિનો આ સર્વશ્રેષ્ઠ રસ્તો છે. જે પ્રમાણે સમર્પણ અને શરણાગત થઈ ભગવાનની કૃપા પ્રાપ્ત કરી શકાય છે.

આ ચારમાંથી ત્રણ સૂત્રોમાં સાધના મુખ્ય છે. જ્યારે ચોથા સૂત્રમાં ભગવત્કૃપા મુખ્ય છે. શ્રી હનુમાને ચારેયનો સુમેળ કરીને ભક્ત અને ભગવાનના સંબંધને પાવન-પવિત્ર અને શ્રેષ્ઠ બનાવ્યો છે. એટલે જ હનુમાનજીની પ્રસન્નતા માટે રામ અને રામની કૃપા મેળવવા માટે હનુમાન ભક્તિ ઉપર લોકજીવમાં ઊંડી આસ્થા છે.

Read Full Post »

Shree Rama Animation

રામનવમીનો તહેવાર કેમ મનાવવામાં આવે છે એ તો બધા જાણે છે. આ દિવસે ભગવાન રામનો જન્મ થયો હતો. આ દિવસે રામ જન્મની ખુશીના રૂપે ઉજવાય છે. પણ નવરાત્રિ અને રામનવમીનો શુ સંબંધ છે,
આવો જાણીએ…

અસુર સંહાર માટે બંનેનો જન્મ –
ત્રેતાયુગમાં અસુર રાવણનો નાશ કરવા અને ઘર્મની પુનર્સ્થાપના કરવા માટે ભગવાન વિષ્ણુએ મૃત્યુ લોકમાં શ્રી રામના રૂપમાં રાજા દશરથના ઘરમાં શ્રીરામના રૂપમાં અવતાર લીધો હતો. એ દિવસને રામનવમીના રૂપમાં ઉજવવામાં આવે છે. માં દુર્ગાનુ એક સ્વરૂપ કાત્યાયનીનો જન્મ પણ મહિસાસુરના સર્વનાશ માટે થયો હતો.

સિદ્ધિદાત્રિની પૂજા અને રામનવમી –
રામનવમીના દિવસે માં દુર્ગા નવરાત્રિનુ સમાપન થાય છે. રામનવમીના દિવસે દુર્ગા માતાના સિદ્ધિદાત્રિ સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે અને બીજી બાજુ રામ જન્મની ખુશીઓ મનાવવામાં આવે છે.

માં ની આરાધના અને ધર્મ યુદ્ધમાં જીત –
કહેવાય છે કે ભગવાન શ્રી રામે દુર્ગા માં ની પૂજા કરી હતી જેના ફળસ્વરૂપ તેમને ધર્મ યુદ્ધમાં જીત મળી હતી. આવામાં નવરાત્રિ અને રામનવમી બંનેનું મહત્વ વધી જાય છે.

ચૈત્ર માસની નવમી –
કહેવાય છે કે રામનવમીના દિવસે તુલસીદાસજીએ રામચરિત માનસની રચનાની પણ શરૂઆત કરી હતી.

Read Full Post »