Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for નવેમ્બર, 2013

શીખવાડજે પ્રભુ..

સફળતા નહિ આપે તો ચાલશે,
નિષ્ફળતાને ધીરજથી હેન્ડલ કરતા શીખવાડજે પ્રભુ..

ધન દોલત નહિ આપે તો ચાલશે,
કોઈ ગરીબને પ્રેમથી ગળે મળતા શીખવાડજે પ્રભુ..

બહુ પ્રસિદ્ધિ નહિ આપે તો ચાલશે,
કોઈ અજાણ્યાને પોતાનો ગણતા શીખવાડજે પ્રભુ..

વધારે આયુષ્ય નહી આપે તો ચાલશે,
સુંદર રીતે જીવી, સુંદર રીતે મરતા શીખવાડજે પ્રભુ..

સારી વાક્છટા નહિ આપે તો ચાલશે,
કઈ ખરાબ બોલતા પહેલા ડરતા શીખવાડજે પ્રભુ..

સારું શરીર શૌષ્ઠવ નહિ આપે તો ચાલશે,
ભારોભાર અન્યાય સામે લડતા શીખાવાડજે પ્રભુ..

બહુ બુદ્ધિ નહિ આપે તો ચાલશે,
જેટલી છે એ સારી રીતે વાપરતા શીખવાડજે પ્રભુ..

ઉડવા માટે પાંખો નહિ આપે તો ચાલશે,
કોઈના દિલમાં ખૂબ ઊંડા ઉતરતા શીખવાડજે પ્રભુ..

Advertisements

Read Full Post »

આ માણહ !

ખુદને ખોજે નહિ અને ખુદાની ખોદણી કરે, આ માણહ !

ગંદો પોતે અને દર્પણ સાફ કરે, આ માણહ ! 

ભૂલ પોતાની અને દોષ દે બીજાને, આ માણહ ! 

છે તેને માણે નહિ અને નથી તેના માટે વલખે, આ માણહ ! 

નક્કરને નકારે અને હવામાં હવાતિયા મારે, આ માણહ ! 

ભોગ ભોગવ્યા કરે અને ત્યાગના તમ્બુરા વગાડે, આ માણહ ! 

કામાવેગને દબાવે અને બ્રહ્મચર્ય ના બણગા ફુંકે, આ માણહ ! 

આજને ઓળખે નહીં અને કાલ કાજે કષ્ટ સહે, આ માણહ ! 

કોઈનું કાને ધરે નહિ અને પોતાની જ પીપુડી વગાડયે રાખે, આ માણહ ! 

સ્વદોષ દેખે નહિ અને પારકી પંચાત છોડે નહિ, આ માણહ ! 

ગુણ બીજાના ગાય નહિ અને આત્મશ્લાઘામાં આળોટ્યા કરે, આ માણહ ! 

દોષિત પોતે અને ન્યાય કરે કોઈનો, આ માણહ !

Read Full Post »